તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોખાના - ભાણવડ રૂટની બસમાં જૂનાગઢ એસટી ડિવીઝનનું ચેકીંગ

જૂનાગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલા કન્ડકટરે 40 પેસેન્જરની ટિકીટ ન ફાડી, રૂા. 320 ખીચામાં નાંખ્યા
  • મહિલા કન્ડક્ટર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે

જૂનાગઢ એસટી ડિવીઝનની ટીમે બસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક બસમાં બેસેલા 40 મુસાફરોની ટિકીટ ન કાપી મહિલા કન્ડકટરે રૂપિયા ખીચામાં પધરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે એસટીની ચેકીંગ ટીમે મહિલા કન્ડકટર સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ જામજોધપુર ડેપોની મોખાના - ભાણવડ રૂટની એસટી બસ પસાર થઇ રહી હતી.

ત્યારે સાંજના 7:20 વાગ્યે જૂનાગઢ ડિવીઝનની લાઇન ચેકીંગ ટીમના વી.એલ. શામળા(એસએસઆઇ), આર.કે. ચંદ્રવાડીયા(એસએ) અને વી. એસ. રાવલીયા(એટીઆઇ)એ ભાણવડમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન બસમાં 40 પેસેન્જર બેઠા હતા પરંતુ બસના મહિલા કન્ડકટર મીનાબેન એમ. મોઢવાડીયાએ ટિકીટ ફાડી ન હતી પરંતુ બસ ભાડાના 8 રૂપિયા લેખે 320 રૂપિયા ઉઘરાવી લીધા હતા. બાદમાં આ અંગે જૂનાગઢ એસટી ચેકીંગ ટીમે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...