કાર્યવાહી:ચેક રિટર્ન કેસ : 2 આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હપ્તાથી વાહન ખરીદી આપેલા ચેક રિટર્ન થયા હતા
  • જૂનાગઢ​​​​​​​ કોર્ટની લાલઆંખથી આરોપીઓમાં ફફડાટ

હપ્તેથી વાહન લીધા બાદ આપેલા ચેક રિટર્ન થયા હતા. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે 2 આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા તથા દંડનો હુકમ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢમાં સી. જે. ફાયનાન્સ લિ.માંથી 2 ગ્રાહકોએ હપ્તાથી વાહનોની ખરીદી કરી હતી. ખરીદી સામે દક્ષાબેન ભાવેશભાઇ ભટ્ટીએ 36,103નો ચેક આપ્યો હતો. જ્યારે બીજા ગ્રાહક યુનુસભાઇ હુશેનભાઇ ખત્રીએ 26,261નો ચેક આપ્યો હતો. બાદમાં હપ્તા ન ચૂકવતા બન્ને ગ્રાહકોએ આપેલા ચેક બેન્કમાં રજૂ કરાયા હતા.

જોકે, બેલેન્સના અભાવે ચેક રિટર્ન થયા હતા. આ મામલે સી.જે. ફાયનાન્સ કંપની લી.ના લીગલ ઓફિસર મથુરભાઇ મેવચાએ એડવોકેટ ઉદય ડી. રૂપારેલીયા, પંકજ આર. ગેવરીયા(વડાલ વાળા) અને ડી.ડી. રૂપારેલીયા દ્વારા કોર્ટમાં બન્ને સામે ચેક રિર્ટન અંગેનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં જૂનાગઢ કોર્ટે ચૂકાદો આપતા આરોપી દક્ષાબેન ભાવેશભાઇ ભટ્ટી અને યુનુસભાઇ હુશેનભાઇ ખત્રીને 2 વર્ષની સાદી કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. કોર્ટના આ ચૂકાદાથી આવા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...