તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 17, 18ને 19મેએ વાવાઝોડાની સંભાવના; ફળાઉ સહિતના પાકને સુરક્ષિત સ્થળે રાખવા ખેડૂતોને જાણ કરાઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાપર, જસદણ, કોટડાસાંગાણીમાં જોરદાર પવન સાથે ઝાપટાં

કેરાલાના અરબી સમુદ્રમાં 14 મેના લો પ્રેશર સર્જાશે જે 15 મેના ડિપ્રેશનમાં ફેરવાશે. જેના પરિણામે 17, 18 અને 19 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની હાલના તબક્કે સંભાવના વ્યકત થઇ રહી છે. બીજી તરફ મંગળવારે મોટાદડવા, બળધોઈ, વિરનગરમાં જોરદાર પવન સાથે ઝાપટાં પડ્યા હતાં. જ્યારે કોટડાસાંગાણી પંથકમાં વરસાદને પગલે ખેડૂતોમાં દોડધામ મચી હતી.

જસદણમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે અમી છાંટણા પડતાં શહેરના કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થવાથી લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.કચ્છના રાપરમાં પણ પવન સાથે કમોસમી ઝાપટું વરસતા ઠંકડ પ્રસરી હતી. શહેરના માર્યો પર પાણી વહી નીકળ્યા હતાં. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...