વિરોધ:ગુણાતીત નગરથી મોતીબાગ સુધીના ખરાબ રસ્તા મુદ્દે વેપારીઓનો ચક્કાજામ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા હાય.. હાય...ના નારા લગાવાયા
  • સત્વરે​​​​​​​ યોગ્ય નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

જૂનાગઢ શહેરના નવા બનેલા મોટાભાગના રસ્તા વરસાદમાં ધોવાઇ ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચ અને રાત્રીના પદાધિકારીઓના સરપ્રાઇઝ ચેકીંગ છત્તાં રોડ તહસ નહસ થઇ ગયા છે. મસમોટા ગાબડાથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું જ છે અને નાના મોટા અકસ્માતો તો થાય જ છે. એમાં પણ મનપા તંત્રએ ખાડા બૂરવા ક્વોરિસ્પોઇલના નામે જે મટિરીયલ્સ નાંખ્યું છે તેનાથી તો વાહન નિકળતા જ ધૂળની ડમરી ઉડે છે. પરિણામે રાહદારી, ટુવ્હિલ ચાલક, સ્થાનિક લોકો અને વેપારીઓ ત્રસ્ત બની ગયા છે. દરમિયાન શહેરના મોતીબાગથી ગુણાતીત નગર સુધીના રસ્તા પણ તૂટી ગયા છે.

આ રસ્તા પર આખો દિવસ વાહન પસાર થતા ખાડા બૂરવા નાંખેલ મટિરિયલ્સથી ધૂળની ડમરી ઉડે છે. ત્યારે ધૂળની ડમરીથી ત્રાસેલા વેપારીઓએ મહાનગરપાલિકા હાય.. હાય..ના નારા સાથે ચક્કાજામ કર્યો હતો. સાથે આ રોડ મામલે યોગ્ય નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

5 થી 10 દિવસમાં રોડ નહિ બને તો તમામ રસ્તા રોકીશું
રોડ તૂટી ગયા પછી રિપેર કરવાની તસ્દી લેવાઇ નથી. 5 થી 10 દિવસમાં રસ્તા રિપેર નહિ થાય તો તમામ લોકો રસ્તા રોકો આંદોલન કરીશું.-અશ્વિનભાઇ બેચરભાઇ ગજેરા.

મોટા શહેરોમાં કેમ વરસાદમાં રસ્તા તૂટતા નથી?
વરસાદ પડ્યો એટલે રોડ તૂટી ગયો! આવી ઘીસીપીટી કેસેટ મનપાના પદાધિકારીઓ દર વખતે વગાડે છે. ચોમાસું આવે એટલે રસ્તો તૂટી જાય એવું કોણે કહ્યું ? રાજકોટ, અમદાવાદ,ગાંધીનગરમાં તો રોડ નથી તૂટતા? વાહન ચાલકો 50 ગ્રામ જેટલી તો ધૂળ ખાઇ જતા હશે! કમસે કમ લોકોના સ્વાસ્થ્યનું તો વિચારીને રોડ બનાવો! - મનોજ ભાઇ જોષી.
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...