ઉજવણી:30 લાભાર્થીને કૃત્રિમ હાથ આપી 15મી ઓગસ્ટની કરાશે ઉજવણી

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોટરી ક્લબ દ્વારા અનોખી રીતે ઉજવાશે આઝાદીકા અમૃત્ત મહોત્સવ
  • હાથફિટ થયા બાદ લખવું, રોટલી વણવી, શાક સુધારવું, બાઇક ચલાવી શકાશે

જેમના જન્મથી જ કોણીએથી હાથ નથી અથવા અકસ્માતે હાથ કપાઇ ગયા હોય તેવા લોકો માટે કૃત્રિમ હાથ ફિટ કરવાનો રોટરી ક્લબ દ્વારા કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પ 15 ઓગસ્ટના રવિવારે દોમડીયા વાડી ખાતે કરાશે જેમાં 30 લાભાર્થીઓને વિનામુલ્યે કૃત્રિમ હાથ ફિટ કરી અપાશે. આ રીતે રોટરી કલબ અનોખી રીતે આઝાદીકા અમૃત્ત મહોત્સવની ઉજવણી કરશે.

આ કૃત્રિમ હાથ એલએન મેડોઝ પ્રોસ્થેટિક હેન્ડ ફાઉન્ડેશન સાનફ્રાન્સિસકો યુએસએ અને ઓડેસી ટીમ યુએસના સહયોગથી ફિટ કરી અપાશે. કૃત્રિમ હાથ ફિટ થયા બાદ વ્યક્તિ પોતાનું દૈનિક કામ જેવું કે, લખવું, શાકભાજી સુધારવું, રોટલી કરવી,વાહન ચલાવવું તેમજ રોજગારલક્ષી કામગીરી કરી શકશે. 2019માં 125 લોકોને કૃત્રિમ હાથ અપાયા હતા. કેમ્પને સફળ બનાવવા પ્રમુખ ડો. ગિરીશ પ્રજાપતિ,પ્રોજેક્ટ ચેરમેન ડો. નિરવભાઇ મારડીયા, બીપીનભાઇ કણસાગરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...