તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી રદ:વેરાવળમાં કબુલ ભગત સાહેબના મંદિરે કોરોના સંક્રમણને કારણે ઉજવણી મોકુફ રખાઈ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશમાં કબુલ ભગત સાહેબનું એકમાત્ર મંદિર વેરાવળમાં છે

વેરાવળમાં કબુલ ભગત સાહેબના મંદિરે કોરોના સંક્રમણને કારણે ઉજવણી મોકુફ રખાઈ છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. તેમજ બહારથી આવતા ભક્તજનોને ન આવવા શેઠ ટીલુમલ ફોટોમલ રામચંદાણી ટ્રસ્ટ અને ભાઇસાહેબ સુરેશ ભગત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ દિવસથી સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થાય

વેરાવળ ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ કબુલ ભગત સાહેબનું એક માત્ર મંદિર આવેલું છે. જેની જ્યોત સિંઘ પ્રાંતમાંથી સિંધી લોકો લઇ આવ્યા હતા. આ જ્યોત લગભગ 62 વર્ષથી અખંડ સ્વરૂપે છે. જે સિંધી સમાજની આસ્થાનું પ્રતિક છે. આ મંદિરે સિંધી સમાજના લોકો તેમના પર્વ એટલે કે ચેટીચાંદ જે ચૈત્ર માસની ચંદ્રતિથીએ આવે છે. ત્યારથી સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થાય છે.

આ દિવસે જલસા અને મેળા કરીને સિંધી સમાજ ઉજવે છે

સિંધી લોકો એક બીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છા આપે છે. અને આ દિવસે જલસા અને મેળા કરીને સિંધી સમાજ ઉજવે છે. જેમાં બાળકોના જનોઇના કાર્યક્રમો, સંગીત, ભંડારા વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં સિંધી સમાજના લોકો બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. જે નદીના કાઠે સમુદ્ર દેવની પૂજા કરી જ્યોત પધરાવીને સમાપ્ત થાય છે.

ચેટીચાંદ પછી બે દિવસ સિંધી લોકો ઉજવણી કરે છે આ ઉત્સવને મનાવવા સમગ્ર દેશ ભરમાંથી સિંધી સમાજના લોકો આવે છે. સાથો સાથ ચેટીચાંદ પછી બે દિવસ સિંધી લોકો આખી બે રાત્રી ભગત (સાહિત્ય ડાયરા જેવું) ની પણ ઉજવણી કરે છે. આખરે પલ્લવથી પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામા આવ્યા હતા તેમજ બહારથી આવતા ભક્તજનોને ન આવવા શેઠ ટીલુમલ ફોટોમલ રામચંદાણી ટ્રસ્ટ અને ભાઇસાહેબ સુરેશ ભગત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિંધી સમાજ દ્વારા સાદાઇથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મંદિરે સિંધી સમાજના લોકો પુત્ર પ્રાપ્તિ, લગ્ન સહીતની માનતાઓ માને છે. અને માનતા પૂર્ણ થતાં શીશ જુકાવા આવે છે તેથી અહીં લોકોની જે આસ્થા છે તે આંકી શકાય નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો