તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજના 161 માં પાટોત્સવની ઉજવણી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘનશ્યામ મહોત્સવ, સામૈયું, જળયાત્રા, પોથી યાત્રા યોજાશે
 • 26 થી 30 માર્ચ શ્રી પુરૂષોત્તમ પ્રકાશ કથા પારાયણ

જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખાસ કરીને 30 માર્ચે વડતાલ પિઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતીમાં હરિકૃષ્ણ મહારાજનો 161 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે. આ ઉજવણીને લઇને 26 થી 30 માર્ચ સુધી સરધાર નિવાસી પૂર્ણસ્વરૂપદાસજી સ્વામિના વ્યાસાસને સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પટાંગણમાં શ્રી પુરૂષોત્તમ પ્રકાશ કથા પારાયણ યોજાશે.

આ કાર્યક્રમમાં 26 માર્ચે સવારે 8 વાગ્યે ગુરૂકુલથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નિકળશે. કથા પ્રારંભ 9 વાગ્યે થશે. 27 માર્ચના સાંજના 6 વાગ્યે શ્રી ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરાશે. 29 માર્ચના સાંજના 5 વાગ્યે ગુરૂકુલથી સ્વામિનારાયણ મંદિર સુધી આચાર્ય મહારાજનું સામૈયું અને જળયાત્રા યોજાશે. જ્યારે 30 માર્ચના બપોરના 12 વાગ્યે કથાની પૂર્ણાહુતિ કરાશે. કથાનો સમય સવારના 9 થી 12 અને બપોરના 3:30 થી સાંજના 6:30 સુધીનો રહેશે. દરમિયાન 29 માર્ચે રાત્રીના 9 વાગ્યે ઘરસભા યોજાશે જેમાં નિત્યસ્વરૂપદાસજી સ્વામિ સત્સંગનો લાભ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો