તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ગીર સોમનાથમાં ધનતેરસની અનોખી ઉજવણી, કેમેરામાં લક્ષ્મી માતાને બિરાજમાન કરી પૂજા, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો વ્યવસાય ઉભો થાય તેવી પ્રાર્થના કરી

ગીર સોમનાથ9 મહિનો પહેલા
ગીર સોમનાથમાં કેમેરામાં લક્ષ્મી માતાજીને બિરાજમાન કરી પૂજા કરવામાં આવી - Divya Bhaskar
ગીર સોમનાથમાં કેમેરામાં લક્ષ્મી માતાજીને બિરાજમાન કરી પૂજા કરવામાં આવી
  • કોરોના મહામારીને કારણે કેમેરામેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બનીઃ કેમેરામેન

સામાન્ય રીતે ધન તેરસના દિવસે વેપારીઓ પોતાની દુકાન અથવા ધનની પૂજા કરતા હોય છે. પરંતુ ગીર સોમનાથમાં આજના દિવસે અનોખી પૂજા જોવા મળી હતી. જેમાં લક્ષ્મી માતાને કેમેરામાં બિરાજમાન કરીને જિલ્લાના તમામ કેમેરાધારકોએ લક્ષ્મી પૂજન સહિત કેમેરા પૂજન કર્યુ હતું. કોરોનાની મહામારીમાં મંદીમાંથી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો વ્યવસાય ઉભો થાય અને તમામ કેમેરા ધારકોને યોગ્ય રોજગાર મળે તેવી પ્રાર્થના કરી હતી.

લક્ષ્મી માતાજીની સાથોસાથ કેમેરાનું પણ પૂજન કર્યુ
લક્ષ્મી માતાજીની સાથોસાથ કેમેરાનું પણ પૂજન કર્યુ

લક્ષ્મી માતાજીની સાથોસાથ કેમેરાનું પણ પૂજન કર્યુ
ગીરસોમનાથ જિલ્લાના તમામ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વેરાવળમાં સિદ્ધિ સ્ટુડિયો ખાતે ધનતેરસના પાવન પર્વે કેમેરા પૂજનના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં તમામે લક્ષ્મી માતા સાથે પોતાના લક્ષ્મીના સ્ત્રોત સમાન કેમેરાઓની પૂજા અને આરતી કરી હતી. કોરોનામાં લોકડાઉન બાદ તમામ ઉદ્યોગો અને વ્યવસાયો ભારે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. એ જ રીતે લગ્ન પ્રસંગો અને સામુહિક કાર્યક્રમો ઉપર અંકુશ લાગતા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી વ્યવસાય કરતા લોકો પણ ભારે પરેશાન છે. ત્યારે લક્ષ્મી માતા અને કેમેરાનું પૂજન કરીને જિલ્લાના કેમેરાધારકોએ ઈશ્વરને ફરીથી વ્યાપાર શરૂ થાય અને ફોટોગ્રાફી વ્યવસાયને તેજી મળે તેવી પ્રાર્થના કરી હતી.

લક્ષ્મી માતા દરેક ફોટોગ્રાફરને રોજીરોટી આપેઃ કેમેરામેન
ફોટોગ્રાફર કૃષ્ણ પુરોહિતે જણાવ્યું હતું કે, ગીરસોમનાથ જિલ્લાની અંદર આજે ધનતેરસ નિમિતે દરેક વેપારી લક્ષ્મી માતાજીનું પૂજન કરે છે. અમે લક્ષ્મી પૂજનની સાથે સાથે આ વર્ષે અમારા અસ્ત્ર કેમેરા અને સાધનોનું પૂજન કર્યુ છે. અમે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરી છે કે, દરેક ફોટોગ્રાફરને આ વ્યવસાયની અંદર રોજીરોટી આપે. કોરોનાની મહામારીની અંદર છેલ્લા 6 મહિનાથી દરેક ફોટોગ્રાફરની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે.

(જયેશ ગોંધિયા, ઉના)

અન્ય સમાચારો પણ છે...