ઉજવણી:ગાંધીજી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી જન્મ જયંતીની ઉજવણી

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ,કોંગ્રેસ,કોમી એકતા, રાષ્ટ્રીય એકતા સમિતી જોડાઇ

જૂનાગઢમાં ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર ભાજપ, મહાનગર પાલિકા, કોંગ્રેસ અને કોમી એકતા, રાષ્ટ્રીય એકતા સમિતી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગાંધી ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવવામાં આવી હતી.

આ તકે ભાજપનાં મેયર ધીરૂભાઇ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા હાજર રહ્યાં હતાં. તેમજ સફાઇની સારી કામગીરી કરનાર બહેનોને પ્રમાણ પત્ર આપવામાં આવ્યાં હતાં. કોંગ્રેસનાં ભીખાભાઇ જોશી, અમિત પટેલ સહિતના જોડયા હતા અને મોંઘવારી, બેરોજગારી સહિતનાં મુદ્દા ઉઠાવ્યાં હતાં. કોમી એકતા,રાષ્ટ્રીય એકતા સમિતીનાં બટુક મકવાણા, જિસાનભાઇ સહિતનાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...