આયોજન:આજે મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે વિશ્વભરમાં ઉજવણી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19મી ઓક્ટોબર એટલે પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)નો જન્મ દિવસ

માનવ જીવન મહેંકાવનાર પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)નો જન્મ દિવસ 19 ઓક્ટોબરના રોજ આવે છે. જે નિમિત્તે સમગ્ર સ્વાધ્યાય પરિવાર દ્વારા મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવે છે. દુ:ખ અને દારિદ્રથી ભરેલા સમાજમાં માનવી સુખ, સામર્થ્ય અને સમૃધ્ધિ તરફ જવા માટે મથામણ કરતો જોવા મળે છે. આટલી મહેનત પછી પણ આ સુખો ઝાંઝવાનાં જળ સમા ભાસે છે, જે દેખાય છે પણ પ્રાપ્ત કરી શકાતા નથી કે અનુભવી શકતા નથી. દાદાએ સ્વાધ્યાય કેંદ્રમાં વાનપ્રસ્થીની વાત સમજાવી હતી.

આજે વડિલ વર્ગ એકાદશી, ભક્તિફેરી, વ્રતિ, ભાવફેરીનાં માધ્યમથી મળતાં ગામોમાં-સોસાયટીઓમાં બાળક, યુવાન, વડીલ, દંપતિઓ આજે સ્વાધ્યાય કરતાં જોવા મળે છે. ઉપરાંત કુટુંબ પ્રાર્થના, સ્વાધ્યાય કેંદ્ર, મહીલા કેંદ્ર, યુવા કેંદ્ર, યુવતિ કેંદ્ર, બળ સંસ્કાર કેંદ્રથી વ્યક્તિ સમષ્ટિ સુધી તથા યોગેશ્વર કૃષિ, અમૃતાલયમ દ્વારા ગામમાં તથા વૃક્ષ મંદિર કાર્યક્રમો થાય છે. પોતાની જાત નિચોવીને ગુણોનું સૌરભ નિર્માણ કરનાર પૂજનીય દાદાજીને પરિવારના સભ્યોએ મનુષ્ય ગૌરવ દિન નિમિતે કોટિ કોટિ વંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...