તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલીકા દહન:આજે ધૂળેટીની સાદાઇથી ઉજવણી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સૌપ્રથમ ગિરનાર અંબાજી મંદિરે હોળી પ્રગટાવાઇ
 • રંગોથી રમવા પર પ્રતિબંધ, રંગાશો તો દંડાશો

જૂનાગઢ શહેરમાં રવિવાર, ફાગણ સુદ પુનમની રાત્રીના હોલીકા દહન કરવામાં આવ્યું હતું. જ્યારે સોમવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. જોકે, કોરોના મહામારીના કારણે રંગોના આ તહેવારની પણ રંગો વિના જ ઉજવણી કરવી પડશે. કારણ કે, સરકારે રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. માટે જો રંગાશો તો દંડાશો તેવી સ્થિતી નિર્માણ પામી છે. આમ, ધૂળેટી પર્વની પણ અત્યંત સાદાઇથી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન રવિવાર, ફાગણ સુદ પુનમની અજવાળી રાતે ગિરનાર પર્વત પરના 5,000 પગથિયા પર બિરાજમાન માં અંબાના મંદિરે સૌપ્રથમ હોળી પ્રગટાવાઇ હતી.

તેની જ્વાળા જોયા બાદ શહેરમાં પણ હોલીકા દહન કરાયું હતું. દરમિયાન લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી કોરોના મહામારીથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે અનેક લોકોએ પોતાના પુત્રની વાડ કાઢી હોળીની પ્રદક્ષિણા કરી તંદુરસ્તી અને દિર્ઘાયુની કામના કરી હતી. લોકોએ ધાણી, ખજૂર, દાળીયા, પતાસાની પ્રસાદી વહેંચી હતી. જ્યારે સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. જોકે, દર વર્ષ કરતા આ વર્ષની ઉજવણી ફિક્કી રહેશે.

કોરોના મહામારીના કારણે રંગોનો તહેવારની પણ રંગોની બોછાર વિના ઉજવણી કરવા સરકારે આદેશ જારી કર્યો છે. પરિણામે રંગોથી રમવા પર પ્રતિબંધ હોય, જો રંગાશો તો દંડાશો તેવી સ્થિતી સર્જાઇ છે. દરમિયાન ધૂળેટીની ઉજવણીને લઇને પોલીસે પણ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

આમ, કોરોના મહામારીએ હોળી, ધૂળેટીના બન્ને પર્વને ગ્રહણ લગાવ્યું છે. રંગોથી રમવા પરના પ્રતિબંધના કારણે કલર, પિચકારી, ફુગ્ગા વગેરે વસ્તુનું વેંચાણ કરનાર સિઝનલ વેપારીને પણ ભારે માર પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો