ગુરૂ પૂર્ણિમા:આજે હૃદયમાં ઉજવીએ ગુરૂ પૂર્ણિમા

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય, બલીહારી ગુરૂ આપકી જો ગોવિંદ દિયો બતાઇ - Divya Bhaskar
ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય, બલીહારી ગુરૂ આપકી જો ગોવિંદ દિયો બતાઇ
  • કોરોના મહામારીને પગલે સોરઠમાં ઉજવણી સાદાઇથી કરવામાં આવશે
  • ભવનાથમાં આવેલા ઇન્દ્રભારતી આશ્રમ તથા ગોરક્ષનાથ આશ્રમે કાર્યક્રમ મોકૂફ

આ વર્ષે કોરોના મહામારીને પગલે જાહેર કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે આજે ગુરૂપૂર્ણિમા નાં પાવન પર્વ પર સોરઠમાં ઠેર-ઠેર ગુરૂપૂર્ણિમાની ઉજવણી થતી હોય છે. અને સેવકો અને ભક્તો દ્વારા ગુરૂ પુજન સહિતનાં કાર્યક્રમો રખાતા હોય છે. ત્યારે આ વર્ષે મોટાભાગની તમામ મોટી જગ્યાઓ પર ગુરૂપૂર્ણિમાની ઉજવણીનો ઉત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ આપણે આપણા હ્દયમાં બિરાજતા ગુરૂજીને વંદન કરી પૂર્ણિમા ઉજવ્યે...

ગુરૂબ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા... ત્રણેય દેવો એકમા સમાઇ છે. તેવા ગુરૂ દત્તાત્રેય જૂનાગઢનાં ગિરનાર પર્વત પર બિરાજમાન છે. અને આમ પણ આ પાવનભૂમિમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેવાતું આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગિરનાર તેમજ આજુબાજુનાં ગામમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધુમથી થતી હોય છે. કારણ કે, અહીં પરબધામ, સતાધાર આપાગીગાની જગ્યા સહિતનાં ગુરૂ સ્થાનકો આવેલા છે. જયાં દર વર્ષે હજારોની સંખ્યામાં શિષ્ય, સેવકો અને ભક્તો દર્શન અને પુજન માટે આવતા હોય છે.

પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ જાહેર કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. અને સાદાઇથી જ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે. ત્યારે આપણે સૌ ઘરમાં રહી જ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરીએ. અને  પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે ફરી પાછા એ જ જુની ઢબે ધામધુમથી ગુરૂર્પૂર્ણિમાની ઉજવણી કરી શકીએ અને કોરોના મહામારી વિશ્વભરમાંથી દુર થાય તે અર્ભ્યથના ગુરૂજી પુરી કરે તેવી પ્રાર્થના સાથે ગુરૂજીની પુજા અર્ચના અને સાથે તેઓએ બતાવેલા માર્ગ પર આગળ વધીએ...

અન્ય સમાચારો પણ છે...