લોકોમાં રાહત:માળીયાના ખેરા ગામે સીસી ટીવી, ડસ્ટબીન મૂકવાની કામગીરી શરૂ

ગડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 માં નાણાંપંચ હેઠળ ગ્રાંટ ફાળવવામાં આવી

ખેરા ગામે વિવિધ વિકાસકામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માળિયાહાટીના તાલુકાના ખેરા ગામે 15માં નાણાપંચ તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ગામની સલામતી, સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમા રાખીને માળિયા તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૂડાસમા અને ખેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્કરશનભાઈ વાસણ દ્વારા આજે ગામમા જાહેર રસ્તા, ગરબી ચૌકમાં કુલ 6 CCTV કેમેરા લગાવવા માટે અને સ્વચ્છતા માટે ગલી, દુકાનો, શાળા, જાહેર સ્થળો પર કુલ 526 ડસ્ટબિન મૂકવા માટેની કામગીરી નો પ્રારંભ તાલુકા વિકાસ અધિકારી એચ.એન.ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો.

આ તકે સરપંચ કરશનભાઈ વાસણ, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૂડાસમા, તલાટી મંત્રી એલ.પી. ભારાઈ, જીલ્લા ભાજપ આઈ.ટી.સેલ. સહ સંયોજક ગોવિંદભાઈ ચારિયા, પાવન વિદ્યાલય ખેરાના પ્રમુખ રામભાઈ ચારિયા, ગ્રામ પંચાયતના સદસ્યઓ, અને ગામના યુવાનો તથા આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...