કોરોના સંક્રમણ:જૂનાગઢ સીટીમાં 33 કોરોના કેસ: સંક્રમિત થનાર પૈકી 10 ટકાને બીજી વખત કોરોના

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમગ્ર જિલ્લાની સરખામણીએ જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, લગાતાર કેસ વધી રહ્યા છે
  • અત્યારે સંક્રમિત થનાર પૈકી 90 ટકાએ રસીના બંને ડોઝ લીધા છે: છતાં ઓક્સિજનની જરૂર પડી નથી ફક્ત હોમ આઇસોલેટ થયા

જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી 7 ડિસેમ્બરથી કોરોનાએ એન્ટ્રી કરી છે. આમ,જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત કેશોદથી થઇ છે. જોકે, તેમ છત્તાં હાલની સ્થિતી એ છે કે સમગ્ર જિલ્લાની સરખામણીએ જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય લગાતાર કેસ વધી રહ્યા છે. આમ, જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સિટી કોરોનાનું એપી સેન્ટર બનશે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. સોમવારે જૂનાગઢ સીટીમાં 33 જયારે જિલ્લામાં 11 કેસ નોંધાયા છે.

જોકે, આરોગ્ય વિભાગે કોરોના સામે રામબાણ ઇલાજ સમી વેક્સિનની કામગીરી વેગવંતી કરી હતી. પરિણામે બન્ને રસીના ડોઝની કામગીરી પણ 100 ટકા થઇ ગઇ છે. આનું પરિણામ એ આવશે કે, ત્રીજી લહેર કોરોનાની બીજી લહેર જેવી ઘાતક નહી બને. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, બીજી લહેર ધીમી પડી અને લગભગ સમાપ્તિના આરે પહોંચી હતી ત્યારે પણ આરોગ્ય કર્મીઓ પગવાળીને બેઠા ન હતા.

સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને કોરોના વેક્સિનની કામગીરી ફૂલ સ્પિડે ઉપાડી હતી. શહેર, ગ્રામ્યમાં ક્યાંય પણ કોઇ પણ વ્યક્તિ રસીથી વંચિત ન રહી ન જાય તે માટે સતત વેક્સિનેશનની કામગીરી જારી રાખી હતી. પરિણામ એ આવ્યું કે પ્રથમ ડોઝમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઇ હતી. ત્યાર બાદ બીજા ડોઝનું ટાર્ગેટ પૂર્ણ કરવા કામગીરી જારી રાખી હતી. પરિણામે બીજા ડોઝની કામગીરી પણ 100 ટકા સંપન્ન થઇ છે.

આમ, બન્ને ડોઝની કામગીરી 100 ટકા થઇ હોય કોરોના સામેની લડતમાં લોકોને આસાની રહેશેે. દરમિયાન ખાસ કરીને હાલ જે લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે તેમાંથી 90 ટકા લોકો વેક્સિનના બન્ને ડોઝ લેનાર છે. જોકે, વેક્સિનની અસર એ રહી છે કે બન્ને રસીના ડોઝ લેનારની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. પરિણામે એક વખત કોરોના સંક્રમિત થયેલા લોકોમાંથી બીજી વખત કોરોના સંક્રમિત થનારની સંખ્યા માત્ર 10 ટકા જ રહી છે.

હોસ્પિટલાઇઝ થવાની પણ ભાગ્યેજ જરૂર
કોરોના રસીના બન્ને ડોઝ લેનાર જો કોરોના સંક્રમિત થાય તો પણ ભાગ્યે જ હોસ્પિટલાઇઝ કરવાની સ્થિતી આવે છે. બાકી મોટાભાગના લોકો હોમ આઇસોલેશન હોય છે. પરિણામે હોસ્પિટલ સુધી દોડવું નથી પડતું.

બન્ને ડોઝ લેનારની સ્થિતી વધુ સારી
અગાઉ કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિતની સ્થિતી વધુ નાજુક રહેતી હતી.મોટાભાગના દર્દીને ઓક્સિજન કે વેન્ટીલેટરની જરૂર પડતી હતી. જોકે, રસીના બન્ને ડોઝ લેનાર જે પણ સંક્રમિત થયા છે તેની સ્થિતી અગાઉ જેવી ગંભીર નથી. સાવ સામાન્ય સ્થિતીમાં રહે છે.

રિકવરી પણ ઝડપથી
હાલ જે લોકો બીજી વખત કોરોના સંક્રમિત થઇ રહ્યા છે કે, રસીના બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે તેવા દર્દીની રિકવરી પણ ઝડપથી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...