તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા:ઉના-ગીર ગઢડા પંથકના અસરગ્રસ્તોને કેશડોલ્સની ચૂકવણીનો મામલો, અધિકારીઓથી નારાજ કોંગી ધારાસભ્યએ ધરણા યોજ્યા

ઉના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાંત કચેરીના પરીસરમાં ઘરણા પર બેસેલ ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશ અને કાર્યકરો - Divya Bhaskar
પ્રાંત કચેરીના પરીસરમાં ઘરણા પર બેસેલ ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશ અને કાર્યકરો
  • ઘારાસભ્‍યએ અઘિકારીઓની સહાય ચુકવવાની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા

વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા જીલ્‍લાના ઉના અને ગીરગઢડા પંથકમાં સરકારની સુચના નિયમોનુસાર સહાય ન ચુકવાતી હોવાથી ઉનાના ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશ રોષે ભરાઇ પ્રાંત કચેરીના પરીસરમાં ઘરણા પર બેસી ગયા હતા. જેના પગલે પ્રાંત કચેરી ખાતે પોલીસનો કાફલો દોડી આવેલ જયારે અઘિકારીઓમાં દોડઘામ મચી ગઇ હતી.

આ તકે ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશએ અસરગ્રસ્‍ત પરીવારોને ન્‍યાય નહીં મળે અને કેશડોલ્સ ચુકવણીમાં થઇ રહેલ વિસંગતા દુર કરવા લેખીતમાં ખાત્રી ન મળે ત્‍યાં સુઘી અચોકકસ ઘરણા ચાલુ રાખવાનો હુંકાર કરતા જણાવેલ કે, અઘિકારીઓ સહાયના કામમાં લાગવગથી ફોર્મ ભરતા હોવાથી સાચા અસરગ્રસ્‍ત પરીવારોને ન્‍યાય મળી રહયા ન હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ કરેલ હતો. જો કે, એકાદ કલાકના ઘરણા બાદ દોડી આવેલા અઘિકારીઓએ વિસંગતાઓ દુર કરવા ખાત્રી આપી મામલો શાંત પાડયો હતો.

આ મામલે કોંગી ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશ સહિતનાએ પ્રાંત અઘિકારીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરીયા કાંઠાના ગીર સોમનાથ, જુનાગઢ, અને ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ઉના-ગીરગઢડા તાલુકામાં મોટા પાયે નુકશાની થયેલ છે. કુદરતી આપત્તિના કારણે અસરગ્રસ્ત લોકોને દૈનિક રોકડ સહાય(કેશડોલ્સ) ચુકવવાના ધોરણોમાં મહેસુલ વિભાગના તા.18/3/21 ના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે. જે અન્વયે રૂ.100 પુખ્તવયના માટે અને રૂ.60 બાળક દીઠ નકકી કરવામાં આવેલ છે. જે મુજબ ઉના અને ગીરગઢડા પંથકના અસરગ્રસ્તોને સહાય આપવાને બદલે અન્યાય કરવામાં આવી રહેલ છે.

વઘુમાં પંથકના અમુક ગામોમાં ઉપરોકત ઠરાવ હોવા છતાં કોઈપણ માપદંડ વગર જુદી જુદી રકમની ચુકવણી કરવામાં આવી રહી છે. જેમાં સૈયદ રાજપરા ગામે 45 કુટુંબોને સાત દિવસનું રૂ.700 નું ચુકવણું કરવામાં આવેલ જયારે આ ગામના બાકીના અસરગ્રસ્ત કટુંબોને ત્રણ દિવસના રૂ.300 નું ચુકવણું કરવામાં આવ્યું છે. જેમાં સીમર, ખજુદ્રા, દાંડી, સેંજલીયા, ઝાંખરવાડા, રામપરા, નાંદણ જેવા તમામ ગામોમાં ત્રણ દિવસનું જ ચુકવણું કરવામાં આવ્યું છે. તેની સામે કાળાપણ ગામે 593 કુટુંબોને અને ખડા ગામે 357 કુટુંબોને સાત દિવસની દૈનિક સહાય(કેશડોલ્સ) ચુકવવામાં આવી છે. સરકારની આવી બેધારી નીતિ કેવી રીતે હોઈ શકે ? આવો અન્યાય કોના ઈશારે કરવામાં આવે છે ? આ માટે કોણ જવાબદાર છે. તે લોકો જાણવા માંગે છે.

મોટાભાગના ગામોમાં ખરેખર જે કુટુંબો અસરગ્રસ્ત થયા છે અને સંબંઘીઓના મકાનોમાં સ્થળાંતર કરેલ તેવા કુટુંબોને કેશડોલ્સ ચુકવવામાં આવેલ નથી. બીજી બાજુ મળવાપાત્ર નથી તેવા કુંટુંબ પરીવારોને કેશડોલ્સ ચુકવવામાં આવેલ છે. જે તપાસનો વિષય છે. જે ગામોમાં ત્રણ દિવસનું ચુકવણું થયું છે તે ગામોમાં અસરગ્રસ્ત લોકોમાં ભારોભાર રોષ વ્યાપેલો છે. આ બાબતે મુખ્યમંત્રીનું ઘ્‍યાન પણ દોરવામાં આવેલ છે.

અંતમાં જરૂરીયાતમંદ કુંટુંબોને દૈનિક રોકડ સહાય(કેશડોલ્સ) ચુકવવાની હોવા છતાં ધણાબધા ગામોમાં 1 થી 10 કુંટુંબોને એટલે કે નહીવત સંખ્યામાં ચુકવવામાં આવેલ છે. આમ થવાના કારણોથી તપાસ થવી પણ જરૂરી છે. ઉના તાલુકાના સૈયદ રાજપરા, સીમર, ખજુદ્દા, સેજલીયા, દાંડીના અસરગ્રસ્ત લોકોને સમાન ધોરણે દૈનિક રોકડ સહાય(કેશડોલ્સ) તાત્કાલીક અસરથી ચુકવાય તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...