કોસર કેરી:વંથલી યાર્ડમાં કેરીની આવક શરૂ: 1 બોક્સનો ભાવ રૂપિયા 300 થી 400

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી યાર્ડમાં ગુરૂવારે 5 હજાર કેરીના બોક્ષની આવક થઇ - Divya Bhaskar
વંથલી યાર્ડમાં ગુરૂવારે 5 હજાર કેરીના બોક્ષની આવક થઇ
  • ચાલુ વર્ષે અનિયમિત વાતાવરણને લીધે આવક એક માસ મોડી અને ગત વર્ષ કરતા ઓછી

ચાલુ વર્ષે અનિયમિત વાતાવરણના લીધે તમામ બાગાયતી પાકો એક માસ મોડા આવ્યા છે જે પૈકી ફળોની રાણી કેસર કેરી પણ ચાલુ વર્ષે એક માસ મોડી આવી છે.  અનિયમિત વાતાવરણ અને ભારે પવન ફૂંકાવાના લીધે કેરી ખરી પડતા ખેડૂતોને નુકશાન થયું છે.  છેલ્લા બે-ત્રણ દિવસથી વંથલી માર્કેટિંગ યાર્ડમાં પણ કેરીની આવક શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે આશરે 200 થી 300 જેટલા કેરીના બોક્ષની આવક થઇ હતી. આ અંગે વંથલી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દિનેશભાઈ કાનગડ ઉર્ફે કાદુભાઈએ જણાવ્યું હતું કે,  છેલ્લા બે-ત્રણ દિવસથી વંથલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ છે.  પ્રથમ દિવસે કેસર કેરીના આશરે 200 થી 300 બોક્સની આવક થઈ હતી જ્યારે 28મે એ આશરે 5 હજાર બોક્સની આવક થઇ છે. જે ગત વર્ષની સરખામણીમાં ઓછી છે. ચાલુ વર્ષે કેરીના ભાવ બોક્સના રૂ. 300 થી 400 છે જે ગત વર્ષની સરખામણીમાં વધુ છે. વંથલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વંથલી ગામ અને તાલુકામાંથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...