તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પત્નિને મગજમાં ગાંઠ હોવા છત્તાં સિવીલમાં માં કાર્ડ રિન્યુ નથી થતા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇમરજન્સી સારવારમાં જ કાર્ડ નિકળતા હોવાના દાવાની વાસ્તવિકતા
  • બબ્બે વખત ધક્કા ખાવા છત્તાં માત્ર વાયદા કરાય છે

માત્ર ઇમરજન્સી સારવાર માટે જ સિવીલમાં માં કાર્ડ કાઢી આપવામાં આવે છે તેવા દાવા કરાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બબ્બે વખત ધક્કા ખાવા છત્તાં કાર્ડ મળવાના બદલે માત્ર વાયદા જ મળે છે. ત્યારે ગંભીર બિમારીમાં જલ્દી સારવાર મળે તે માટે માં, વાત્સલ્ય કાર્ડ કાઢી આપવા, રિન્યુ કરવા માંગ કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ ગંભીર બિમારીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકાય તે માટે સરકાર દ્વારા મા, વાત્સલ્ય, આયુષ્યમાન જેવા કાર્ડ કાઢી આપવામાં આવતા હતા.

હાલ કોરોનાના કારણે આ કાર્ડ કાઢી આપવાની કામગીરી સાવ બંધ કરી દેવાઇ છે. માત્ર ઇમરજન્સી સારવાર માટે આ કાર્ડ સિવીલ હોસ્પિટલમાં કાઢી આપવામાં આવે છે તેવો દાવો કરાય છે. પરંતુ ત્યાં પણ કાર્ડ કાઢી આપવા કે રિન્યુ કરી આપવાના બદલે બહાના બતાવી ધક્કા ખવરાવાય છે. આ અંગે શહેરના જોષીપરામાં રહેતા રમેશભાઇ ડાકીએ જણાવ્યું હતું કે મારી પત્નિને મગજમાં ગાંઠ છે. તેની સારવાર અમદાવાદમાં કરવાની છે. આ માટે મા, વાત્સલ્ય કાર્ડ રિન્યુ કરાવવા બે વખત ગયો છું છત્તાં કાર્ડ રિન્યુ કરી આપવામાં આવતું નથી. ત્યારે આ અંગે સત્વરે યોગ્ય કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...