કાર્યવાહી:જૂનાગઢમાં ઘર પાસે પાર્ક કરેલ કારની ઉઠાંતરી, તારીખ 7મેનાં મોડી રાત્રીનાં સમયનો બનાવ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના મધુરમ વિસ્તારની એક સોસાયટીમાંથી થોડા દિવસ પહેલા ઘર પાસે પાર્ક કરેલ કારની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા દિપકભાઈ દેવશીભાઈ ચાવડાએ સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ દિપકભાઈએ થોડા સમય પહેલા પોતાના ઘર પાસે પોતાની કાર પાર્ક કરી હતી. જેની કિંમત અંદાજે રૂ.1,00,000ની કોઈ શખ્સો રાત્રીનાં સમયે ચોરી કરી ગયા હતા.

દિપકભાઈએ નોંધાવેલી ફરિયાદમાં વિમલભાઈ અરવિંદભાઈ ચોવટીયા (રહે.જામનગર) અને કેતનભાઈ માકડીયા (રહે.ગડુ)નાં નામનો શકદાર તરિકે ઉલ્લેખ કર્યો છે. ફરિયાદનાં આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...