તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:ગીર સોમનાથમાં આર્મી ભરતીના નકલી એડમિટ કાર્ડના ફ્રોડથી ચેતતા રહેવા ઉમેદવારોને સતર્ક કરાયા

વેરાવળ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લેભાગુ તત્વોથી સાવચેત રહેવા સૂચના આપવામા આવી

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા જિલ્લાના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી મેળો-2021 તા. 1/2/21 થી તા. 15/2/21 સુધીમાં જે ઉમેદવારો દોડમાં તેમજ મેડિકલ ટેસ્ટ પાસ થયેલ છે. ત્યારબાદ તેઓને આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ- જામનગર દ્વારા એડમિટ કાર્ડ આપવામાં આવેલ છે, તેવા જ ઉમેદવારો આગામી લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે.

આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ -જામનગરને ધ્યાને આવેલ છે કે, ગીર સોમનાથ તેમજ અન્ય જિલ્લાના લેભાગુ તત્ત્વો દ્વારા ખોટા એડમિટ કાર્ડ બનાવીને પૈસા પડાવવાનું કોભાંડચાલી રહ્યું છે. જેના વિરુદ્ધ આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ- જામનગર દ્વારા કાયદેસરની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ઉમેદવારોને ખાસ જણાવવાનું છે કે, આવા તત્ત્વો સાથે તેમજ ખોટા એડમિટ કાર્ડ મેળવવાની લાલચમાં ફસાવું નહીં. ખોટા એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને કોઈપણ સ્થિતિમાં લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જેની નોંધ લેવા જણાવાયું છે. આવા ખોટા ફ્રોડિંગ કરનાર તત્ત્વો કોઈપણ વ્યક્તિના ધ્યાને આવે તો, આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ- જામનગરનો વહેલી તકે સંપર્ક કરીને માહિતી આપવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો