મત્તાધિકારનો ઉપયોગ:ગીર-સોમનાથની 4 બેઠક ઉપર ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 13 હજાર મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે

ઊના-93 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાળુભાઈ ચનાભાઈ રાઠોડે પ્રાંત કચેરી ખાતે પહોંચી ડે.કલેકટર રાવલની ઉપસ્થિતીમાં ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે વેરાવળ બેઠક પર આપના ઉમેદવાર જગમાલભાઈ વાળા અને કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઈ ચુડાસમાએ ફોર્મ રજૂ કર્યું હતું. અને ભાજપનાં ઉમેદવાર માનસિંહ પરમારે પણ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જ્યારે કેશોદમાં કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવા અને અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ ઉપરાંત કોડીનાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ મકવાણાએ વેરાવળ ઈણાજ કલેકટર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવાર ડો.પ્રદ્યુમન વાજાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત 85 વિધાનસભા માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાએ ફોર્મ રજૂ કર્યું હતું.

તેમજ તાલાલા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ બારડે પણ ફોર્મ ભરી પરત કર્યું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માનસિંગભાઈ ડોડીયાએ પણ ફોર્મ રજૂ કર્યું હતું. આ ઉપરાંત મતદારોની વાત કરીએ તો ગીર-સોમનાથ જિલ્લાની ચાર બેઠક પર કુલ 9,99,415 મતદારો છે. આ વર્ષે 13 હજાર મતદારો એવા છે કે, જે પ્રથમ વખત મત્તાધિકારનો ઉપયોગ કરશે.

આવા દ્રશ્યો દરેક ઉમેદવારને ત્યાં હતા
ઊના | વિધાનસભાની ચુંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર ભાઇ કાળુભાઇ રાઠોડ ફોર્મ ભરવા જતાં માતાને પગે લાગતા માતાએ પુત્રને વિજયભવના આર્શીવાદ આપતા કે સી રાઠોડે બપોરે 12.39 ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. } તસ્વીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...