તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવાર બગડશે:સાતમ આઠમના તહેવારોમાં જ એસટી કન્ડકટરની પરીક્ષા, તહેવારો બાદ પરીક્ષા ગોઠવવા ઉમેદવારોની માંગ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બહેનોએ રાંધણછઠ્ઠમાં રસોઇ કરવી કે પરીક્ષાની તૈયારી ?

જૂનાગઢના નરેશભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, જીએસઆરટીસી દ્વારા કન્ડકટરની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા 29 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાવાની છે. ત્યારે પરીક્ષા દેવા માટે સ્વાભાવિક છે કે એક દિવસ અગાઉ એટલે કે 28 ઓગસ્ટે જવું પડે. પરીક્ષા દઇને પરત આવો તો 30 તારીખ થઇ જાય. 28 ઓગસ્ટે રાંઘણછઠ્ઠ, 29 ઓગસ્ટે સાતમ અને 30 ઓગસ્ટે આઠમ છે. ત્યારેપરીક્ષા દેવા જવું કે સાતમ આઠમનો તહેવાર ઉજવવો? આમ, સાતમ આઠમના તહેવાર બગડશે.

વળી, બહેનોને પરીક્ષા દેવા અમદાવાદ જવું કે ઘરે રાંધણછઠ્ઠની રસોઇમાં મદદ કરવી? બહેનોને જવાનું હોય તો સ્વાભાવિક છે કે એકલા ન જઇ શકે માટે પરિવારના એક સભ્યને પણ સાથે જવું પડે. કોરોનાના કારણે ગત વર્ષે તો સાતમ આઠમ સરખી રીતે ઉજવી શકાઇ નથી. ત્યારે આ વખતે ઉજવી શકાય તે માટે પરીક્ષાનો સમય સાતમ આઠમ પછી ગોઠવવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...