દુર્ઘટના:કેન્સર હોસ્પિટલના તબીબનું હાર્ટ એટેકથી મોત; બાથરૂમમાંથી લાશ મળી

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ખિલન મુકેશકુમાર પટેલ - Divya Bhaskar
મૃતક ખિલન મુકેશકુમાર પટેલ

વડાલ નજીકની ખાનગી કેન્સર હોસ્પિટલમાંથી તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને બાદમાં 108 દ્વારા સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબીનું હાર્ટએટેકના કારણે મોત થયાનું જાહેર કરાયું છે.

આ અંગે તાલુકા પીએસઆઇ એમ.આર. ડવે જણાવ્યું હતું કે, વડાલ પાસે હિમાલયા કેન્સર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલના બાથરૂમમાંથી 16 મેના બપોરના 12:45 વાગ્યા આસપાસ એક તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ તબીબીનું નામ ખિલન મુકેશકુમાર પટેલ(ઉ.વ. 39) હોવાનું અને તે હિમાલયા હોસ્પિટલમાં એનેસ્થેસીયાના તબીબ હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં તબીબના મૃતદેહને પીએમ માટે 108 મારફતે સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ તબીબનું હાર્ટ એટેકના કારણે મોત થયાનું જાહેર કરાયું હતું. દરમિયાન આ બનાવ અંગે મૃતક તબીબ ખિલન પટેલના મામા હરેશ અંબાલાલ જસાણે(ઉ.વ.61) એ રાત્રિના 1 વાગ્યે જાણવા જોગ અરજી કરતા પોલીસે એડી નોંધી વધુ તપાસ એએસઆઇ આંત્રોલીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...