ચુકાદો:વ્યાજના બદલામાં વાહનો પડાવી લેનારના જામીન રદ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.70 લાખના બદલામાં 3 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ

વંથલીના એક શખ્સ પાસેથી એક વ્યક્તિએ રૂ. 2,70,000 વ્યાજે લીધા હતા. જેના આશરે 3 લાખ ચૂકવી દીધા પછીયે માર મારી બળજબરીથી વાહનો પડાવી લીધા હતા. આ ગુનામાં વ્યાજખોરની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.વંથલીની મેમણ કોલોનીમાં રહેતા હમીદ ઉર્ફે ટકો અબલાભાઇ ચૌહાણ ઉર્ફે હમીદ મહમદહનીફભાઇ ચૌહાણ (ઉ. 32) પાસેથી એક વ્યક્તિએ રૂ. 2,70,000 વ્યાજે લીધા હતા.

તેના બદલામાં 3 લાખ ચૂકવી દીધા છત્તાં દેણદારને માર મારી તેના ખીસ્સામાંથી વાહનોની ચાવી કાઢી લઇ કાર અને મોટરસાઇકલની લૂંટ ચલાવી હતી. આ અંગેનો ગુનો વંથલી પોલીસમાં નોંધાયો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ ડી. સી. ઠાકરની દલીલોને ધ્યાને લઇ વંથલીના એડી. સેશન્સ જજ પી. જી. વ્યાસે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...