'પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી શિબિર':કેશોદના ,મેસવાણ, નાની ઘંસારી ,ખિરસરા,ચર ગામે શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જુનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ઈકોલોજી કમિશનના સહયોગથી શિબિર યોજવામાં આવી

ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગરના સહયોગથી શ્રી શ્રમભારતી ખાદી ગ્રામોધ્યોગ સેવા મંડળ સંસ્થા દ્વારા કેશોદના ખિરસરા, મેસવાણ, નાની ઘંસારી અને ચર ગામે આઠ દિવસ નો "પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી" વિષય પર શિબિર કાર્યક્રમ યોજાયો હતો.સંસ્થાના પ્રતિનિધિ અને ટ્રેનર બસીરભાઇ નોયડા, સંજયભાઈ કાપડિયાએ તાલીમાર્થીઓને ઑડીયો અને વિડીયોના માધ્યમથી પર્યાવરણની જાળવણી બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમા આ શારદાબેન રાખોલીયા, સરપંચો પર્યાવરણ પ્રેમી લોકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ અને બહેનોએ હાજર રહી પર્યાવરણ લક્ષી શિબિરમા સહભાગી થયા હતા તેમજ તેઓને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી આધારીત ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયતોને ભેટ સ્વરૂપે સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. હાજર લોકોએ આ જ્ઞાનરૂપી શિબિરનુ આયોજન કરવા બદલ ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરનો તથા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો..

અન્ય સમાચારો પણ છે...