સેવા:જૂનાગઢ જિલ્લામાં 15 સ્થળે કેમ્પ, 4.26 લાખ લોકોને ફ્રિ દવા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 સપ્તાહની આયુર્વેદિક, 4 દિની હોમિયોપથી દવા અપાઇ

જૂનાગઢ જિલ્લામાં કરાયેલા 15 કેમ્પમાં 2.46 લાખ લોકોને આયુર્વેદિક અને હોમિયોપથી દવાનું ફ્રિ માં વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ હાલ કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આયુર્વેદિક દવા ખૂબ ફાયદાકારક સાબિત થઇ રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા 17 સપ્ટેમ્બર ગુરૂવારે શહેરના અલગ અલગ વિસ્તારમાં 7 જગ્યા પર તેમજ દરેક તાલુકા મથકે મળી કુલ 15 સ્થળો પર કેમ્પ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં દરેક વ્યક્તિને 1 સપ્તાહ માટેની આયુર્વેદ દવા સંશમની વટી તેમજ 4 દિવસ સુધી ચાલે તે માટેની હોમિયોપથી દવા આર્સેનિક આલ્બ 30 નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ કેમ્પમાં 4,26,400 લોકોને દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારાએ જણાવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપથી મેડીકલ ઓફિસરે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...