આયોજન:જૂનાગઢમાં બાળકો માટે દર રવિવારે શિબીર

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને વિકાસલક્ષી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવાશે

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના માર્ગદર્શન અંતર્ગત સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા 7 થી 13 વર્ષના બાળકો માટેની શિબીર સ્વામી વિવેકાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર ખાતે તા.12 જૂન 2022 થી શરૂ કરવામાં આવશે. બાળકોમાં સાહસિકતા, આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોનો વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય, વ્યક્તિત્વ વિકાસ થાય, દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે અને દેશના પ્રબુદ્ધ નાગરિક બને તેવા ઉમદા હેતુથી બાળકોને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવાશે.

ખાસ કરીને એકાગ્રતા, ધ્યાન, પ્રાર્થના, શારીરિક અને માનસિક વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ, મૂલ્યબોધક વાર્તાઓ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ વગેરે કરાવવામાં આવશે. આ શિબિરનો સમય દર રવિવારે સવારે 9 થી 10:30 વાગ્યાનો રહેશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, તળાવ દરવાજા, રેલવે ફાટક પાસે સંપર્ક કરવા જણાવાયું છેે.

અન્ય સમાચારો પણ છે...