પોલીટિકલ:યાત્રાના આયોજન માટે આવ્યા, દબાણ વધતાં સેેન્સ લેવી પડી

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વિધાનસભામાં કોંગ્રેસના 56 લોકોએ કરી દાવેદારી

જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસની સેન્સ લેવાઇ હતી. આમાં કુલ 56 લોકોએ દાવેદારી કરી હતી. આ અંગે મળતી વિગત મુજબ કોંગ્રેસ આગામી સમયમાં યાત્રા કાઢવાની છે જેનો રૂટ રાજકોટ, ખોડલધામ- સિદસર,જૂનાગઢ અને ગાંઠીલાનો છેે. આ યાત્રાને લઇ જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જોકે બેકઠમાં ઉપસ્થિત લોકોએ દબાણ કરતા સેન્સ લેવાની પ્રક્રિયા કરવી પડી હતી. બાદમાં અમરેલીથી આગેવાનોને બોલવી સેન્સ લેવાઇ હતી.

આ અંગે વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાંથી 4, વિસાવદરમાંથી 4, માંગરોળમાંથી 4, માણાવદરમાંથી 5 અને સૌથી વધુ કેશોદમાંથી 39 લોકોએ વિધાનસભા લડવા માટે દાવેદારી નોંધાવી હતી. આમ, જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભામાં કુલ 56 લોકોની દાવેદારી હતી. દરમિયાન કોંગ્રેસના સૌરાષ્ટ્ર જોનના પ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ જનરલ સેક્રેટરી મનોજ પનારા, નારણભાઇ રાઠવા વગેરેએ સેન્સ લીધી હતી. હવે આ અંગે પ્રદેશ કારોબારીમાં અમદાવાદ ખાતે રિપોર્ટ રજૂ કરાશે બાદમાં નિર્ણય લેવાશે. ખાસ કરીને ચૂંટણી નજીક આવશે ત્યારે નામ જાહેર કરવામાં આવશે તેમ જણાવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...