તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ સિવિલની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી, દર્દીઓ સાથે સંવાદ કર્યો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ અને તેના સંબંધીઓ સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા

પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીઓના સગા સંબંધી તેના પરિવારજનો સાથે દર્દીની તબિયત તેમજ સિવિલ હોસ્પિટલમાં મળી રહેલી સારવાર અંગે દર્દીઓના સગા સંબંધીઓને ધરપત આપવા સાથે તેમની સાથે લાગણી સભર સંવાદ સાધ્યો હતો.

પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ સિવિલ સર્જન ડો. પી.એચ. લાખણોત્રા, આર.એમ.ઓ. ડો. સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનીત શર્મા સાથે હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લઇ ઓકિસજન સપ્લાઇ, વેન્ટીલેટર દવાનો પુરતો જથ્થો, હેલ્પ ડેસ્ક સહિતની વ્યવસ્થાઓ પણ નિહાળી હતી. તેમણે તબીબો સાથે પેરા મેડિકલ સ્ટાફની કોરોના મહામારીમાં કામગીરી સંતોષ કારક હોવાનુ જણાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

થોડા વર્ષો પહેલા રૂપિયા 600 કરોડના ખર્ચે બનેલી જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે, 800થી વધુ કોરોના પેશન્ટને એક સાથે સારવાર સુવિધા આપવી એ ભગીરથ કાર્યને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીર્યસે સફળતાથી પાર પાડયુ છે. હાલ કોવિડ માટે 804 દર્દીઓ સિવિલમાં સારવાર લઇ રહયા 36 બેડ ખાલી છે. 22 સગર્ભા માતાઓ પણ સારવાર હેઠળ છે. હાલ ઓકિસજન અંગે પણ કોઇ સમસ્યા નથી. દર્દીઓનું વેઇટીંગ પણ નથી.

મેડિકલ કોલેજ સાથે સંલગ્ન પૂરતી તબીબી માળખાગત સુવિધા અને હાલ કોરોના ના દર્દીઓ માટે યુદ્ધના ધોરણે વધારવામાં આવેલી સુવિધા ની જાણકારી મેળવી મંત્રી ચાવડાએ હોસ્પિટલની સ્વચ્છતા અને દર્દિઓને બાબતના મેનેજમેન્ટ પ્રત્યે પણ સંતોષની લાગણી વ્યકત કરી હતી. દર્દીઓના સગા સંબંધીઓએ રાજ્ય સરકાર અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે સંતોષ ની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...