જૂનાગઢના યુવાનને ઓનલાઇન ફૂટબોલ ગેમ્સ રમવાની લ્હાયમાં 2 લાખ રૂપિયા ગૂમાવવાનો વારો આવ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરની હાઉસીંગ બોર્ડમાં રહેતા શિવમ અનિલભાઇ ગોંડલીયાને તેના મહેસાણાના મિત્ર અર્જુન સુથારે ઓનલાઇન્સ ગેમ્સ બતાવી હતી. બાદમાં ગુગલ પ્લે સ્ટોરમાંથી દાની દાતા સપોર્ટ ડેટા નામની એપ્લીકેશન ડાઉન લોડ કરી હતી.
મેચના સ્કોરમાં અનુમાન લગાડીને પૈસા રોકવાના હતા જેમાં 3-33માં ફિક્સ વળતર 0.75 ટકા મળતું હતું અને પૈસા ગૂમાવવાની શક્યતા ન હતી. જોકે, શિવમે તેના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ રીતે કુલ 2,01,500 જમા કરાવ્યા હતા. બાદમાં જોયું તો તેના એકાઉન્ટમાં રૂપિયા, એપ્લીકેશન અને ફૂટબોલ ગેમનું પેઇજ જ ગાયબ થઇ ગયું હતું. બાદમાં ફરિયાદ કરતા સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.