• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • By Junagadh Urban Development Authority, The Farmers, Including Sukhpur Village In Scheme No. 9, Submitted An Application To The Collector.

ખેડૂતોનો વિરોધ:જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સુખપુર ગામનો યોજના નંબર 9માં સમાવેશ કરતા ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી

જુનાગઢ24 દિવસ પહેલા

જૂનાગઢના સુખપૂર ગામની નગર રચના 9 નો સમાવેશ કરાતા ખેડૂતોમાં રોષ સુખપુર ગામની હદમાં આવેલ અનેક નાના-મોટા ઉદ્યોગો જે વર્ષોથી ગામના લોકો તેમજ આજુ બાજુના વિસ્તારના હજારો લોકોને રોજગારી પુરી પાડે છે જેને આ યોજનાથી ખુબજ મોટું આર્થિક તેમજ વ્યવસાયિક નુકશાન જાય તેમ છે જેના કરને ધૂણા ઉદ્યોગો બંધ પણ થઇ જાય તેમ છે ત્યારે ખેડૂતો હિત રક્ષક સમિBy Junagadh Urban Development Authority, the farmers, including Sukhpur village in Scheme No. 9, submitted an application to the Collector.તિ દ્વારા જુનાગઢ કલેકટર મારફતે મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ દર્શાવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ શહેરી વિકાસ સતા મંડળની સરકાર દ્વારા કરાયેલા ઠરાવ નો વિરોધ કરાયો હતો અને રજૂઆત કરાય હતી કે આ નગર રચના યોજના અંગે ડ્રાફ્ટ ટીપી સ્કીમ વખતે ખેડૂતો એ રજુ કરેલ વાંધા,સૂચનો ધ્યાને લીધા વગર આ મુસદા રૂપ યોજના ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજુર કરવામા આવેલ છે અને યોજના સંબંધી જમીન કૃપાત અને તેને લગતા ભરવા પાત્ર ફાળા અને અન્ય નિયમો વિષે કોઈ પણ પ્રકારની જાણકારી અસરગ્રસ્ત ખેડૂતોને કે જમીનધારકો ને આપવામાં આવેલ નથી. ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ ન હોવા છતાં પણ શહેરી વિકાસ દ્વારા આ યોજના મુળ ખંડોની જમીન માંથી 40% જમીન કપાત કરીને જુદા જુદા હેતુ માટે ફાળવવા અંગે એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. 40% જમીન કપાત કર્યા બાદ બાકી રહેતી જમીનને બિન ખેતી કરતી વખતે ફરીથી 19% કોમન પ્લોટ તથા રસ્તા માટે 15 - 20% જેટલી જમીન કપાતમાં જાય અને મુળ ખંડમાની કુલ જમીન માંથી 65- 70% જેટલી જમીન કપાત વિના મુલ્યે થતી હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ખેડુતોની જમીન કપાત કરવાની જમીન ઉપર આવેલ ખેડુતોની આજીવિકા સમાન કુવા, બોરવેલ, કાઁનો, પાણીના ટાંકા, કુંડા, ખેતરોમાં પાણી લઇ જવા માટેની પાઈપલાઈનો,પશુ ને રાખવા માટે ના મકાનો ખેત પેદાશ રાખવા ના ગોડાઉનો, ખેતર ને કૂરતે બનાવેલી કંટાળી વાળો,દીવાલો જેવી અનેક સુવિધાઓ જેની કિમંત કરોડોમાં થાય છે તેનું તેમજ મુળ જમીનનુ કોઇ પણ પ્રકારના વળતર વગર કપાત્ કરવાનું નક્કી કરેલ જે અંગ્રેજોના કાળા કાયદા સમાન હોય લોકશાહીમાં આવા કાયદાનો અમલ કરવો એ માત્ર ને માત્ર ખેડૂતોનું શોષણ કરવા સામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

મુખ્ય વિરોધ શહેરી વિકાસ સત્તા મંડળ યોજના નંબર નવ મુજબ જે યોજના લાગુ કરે છે તે તેમાં ખેડૂતોની 40% જમીન વગર વળતર આપીએ લઈ લેવામાં આવે છે તો જે સરકાર દ્વારા ૪૦ ટકા જમીન લેવામાં આવે છે જેને લેન્ડ એકવીજેસન એક્ટ મુજબ વળતર આપી લેવી જોઈએ. ટીપી પ્લાન 9 મા આવતા ગૌચરો ની જમીન, તળાવો પાણીના ,નહેર વોંકડા પ્લાનિંગમાં લઈ કોઈપણ આયોજન વગર ગૌચરની જમીન પણ આ યોજનામાં લઈ લેવામાં આવી છે ત્યારે ગૌચરની જમીન બાબતે પણ સરકારે વિચારવું જોઈએ કારણ કે હાલ પશુઓની હાલત પણ ખૂબ દયનીય છે અને તેમાં પણ વધારે થશે.અને જો આવું કરાશે તો માલધારી અને ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ સુખપુર ગામના ખેડૂતો દ્વારા આ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...