સમસ્યા:ખાતરના ભાવમાં વધારો કરી સરકારે ખેડૂતોની દિવાળી બગાડી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડાથી લઇને આજ સુધી ખેડૂતો પર અનેક આફતો આવી
  • યોગ્ય નહિ થાય​​​​​​​ તો કિસાન સંઘ કરશે આંદોલન

ખાતરના ભાવ વધારાનું ભૂત ફરી ધુણવા લાગ્યું છે. રવિ સિઝન પહેલા જ ભાવમાં વધારો થતો ખેડૂતોના માથે કારમો ઘા થયો છે. ત્યારે ખાતરના ભાવ વધારા મામલે યોગ્ય નહિ થાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ જણાવ્યું છે કે, તાઉતે વાવાઝોડાથી લઇને આજ સુધીમાં એક પછી એક એમ ખેડૂતો પર અનેક આફતો આવી છે. ત્યારે સહાય કરવાના બદલે ખાતરના ભાવમાં વધારો કરી સરકારે ખેડૂતોની દિવાળી બગાડી છે. હવે ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...