તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત:ખાતર, બિયારણ, જંતુનાશક દવા સરકાર માન્ય વિક્રેતા પાસેથી ખરીદો, જમીન સુધારકોના નામે વેચાતી પ્રોડક્ટ ખાતર નથી

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોમાસામાં ખેડૂતો ખાતર, બિયારણ, જંતુનાશક દવા ખરીદશે. ખેડૂતોને સારા ઉત્પાદન માટે સારા બિયારણ, ખાતરની આવશ્યકતા રહે છે. ત્યારે સર્ટીફાઇડ કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણની પસંદગી કરવી જોઇએ. બિયારણ હંમેશા સારી ગુણવતાવાળુ, જમીનને અનુરૂપ પાણીની સગવડતા વગેરે  મુજબનું સારી કંપની અને વિક્રેતા પાસેથી પાકા બીલથી ખરીદવું જેથી ડુપ્લીકેટ બિયારણની શક્યતા ન રહે તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ કેતન પરસાણીયાએ જણાવ્યું હતું.

રાસાયણિક કે ઓર્ગેનિક ખાતરની ખરીદીમાં પણ આ જ સાવધાની રાખવી જરૂરી છે. સબસીડીવાળા ખાતર લેવા સરકાર માન્ય વિક્રેતાઓ પાસેથી ખરીદી કરવી. થેલી ઉપર ઉર્વરક  કે ફર્ટિલાઇઝર શબ્દ લખેલું હોવું જોઈએ. જમીન સુધારકોના નામે વેચાતી પ્રોડક્ટ ખાતર હોતી નથી. આથી આવી કંપની તથા ખાતરના નામે વેચાતી પ્રોડક્ટ ન ખરીદવી.ઉપરાંત ખાતરના નામે થતો આવો વેપાર બીન જામીનપાત્ર ગુનો બને છે. આ બાબતની જાણ સબંધિત તાલુકાના ખેતી અધિકારી કે નાયબ ખેતી નિયામક વિસ્તરણ જૂનાગઢને જણાવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો