તપાસ:ડુંગરપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તમામ મુદ્દામાલ સાથે 1 ને ઝડપ્યો

ડુંગરપુરમાં રહી મજૂરી કરનાર મનસુખભાઇ મકવાણાના બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના, રોકડ મળી 82,220ના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી. દરમિયાન રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેના માર્ગદર્શનમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. વી. ધોકડીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમીના આધારે ડુંગરપુરના જ ઘેલાભાઇ પ્રેમજીભાઇ મકવાણાને પકડી સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત કરી હતી. બાદમાં પોતાના ઘર પાસેના પડતર મકાનમાં છુપાવેલ 82,220નો મુદ્દામાલ કાઢી આપ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, લોક ડાઉનનમાં મજૂરી મળતી ન હોય અને પૈસાની જરૂર હતી. દરમિયાન ફરિયાદી ઘરની ચાવી ક્યાં રાખતા હોય તેની જાણતો હોવાથી ચાવી લઇ ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...