તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાતોરાત નિર્ણય:મોતીબાગથી સરદાર ચોક સુધીના બમ્પ દૂર કરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોના હાડકાં ભલે ભાંગે, વીઆઇપીને થડકો પણ ન લાગે તે માટે રાતોરાત નિર્ણય

જૂનાગઢમાં મોતીબાગથી લઇને સરદાર ચોક સુધીના રસ્તાના સ્પિડ બ્રેકરોને તંત્રએ રાતોરાત હટાવી દીધા છે! ખાસ કરીને રાજ્યકક્ષાની સ્વાતંત્ર પર્વની ઉજવણી દરમિયાન આવનાર વીઆઇપીને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સમયે જૂનાગઢ સ્પિડ બ્રેકરોની નગરી તરીકે ઓળખાય તેટલા સ્પિડ બ્રેકરો રસ્તામાં ખડકી દેવાયા હતા. આ સ્પિડ બ્રેકરોના કારણે જ અનેક વખત અકસ્માતો સર્જાતા અનેક લોકોના હાડકા ભાંગ્યા હતા. રસ્તામાં આડેધડ રીતે અને અસંખ્ય સ્પિડ બ્રેકર ઉભા કરી દેવાતા હતા.

કોઇપણ માંગણી કરે ત્યારે નિતી નિયમ મુજબ હોય કે ન હોય તુરત જ માંગ સ્વિકારી બમ્પ બનાવી દેવાતા હતા. પરિણામે આ બમ્પ વાહન ચાલકો માટે માથાના દુ:ખાવારૂપ હતા. જોકે, અત્યાર સુધી બમ્પ દૂર ન કરનાર તંત્ર રાતોરાત જેસીબી જેવા સાધનો લઇને મંડી પડ્યું હતું અને મોતીબાગથી સરદાર ચોક સુધીના તમામ સ્પિડ બ્રેકરોને ઉખાડી ફેંકી દીધા હતા. જોકે,તંત્રએ પ્રજા પર રહેમ નથી ખાધી. વીઆઇપીની ગાડીઓ આ રસ્તા પરથી પસાર થવાની છે ત્યારે તેમને થડકો પણ ન લાગે તે માટે બમ્પ હટાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...