ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં તન સાથે મનને પણ તોડી નાંખે એવી મહેનત કરતા સ્પર્ધકો માટે ઉત્સાહજનક સમાચાર છે. રાજ્ય અને રાષ્ટ્રીય બંને કક્ષાની સ્પર્ધાઓમાં ઇનામની રકમોમાં બહુ મોટો વધારો રાજ્ય સરકાર કરનાર છે.
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં પ્રશ્નકાળ દરમ્યાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાઓમાં વિજેતાઓને મળતી ઇનામની રકમ ખુબજ નાની અને નિરાશાજનક હોઇ તે માટે રાજ્ય સરકારનું શું આયોજન છે એવો સવાલ કર્યો હતો. જેના જવાબમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. અને આગામી દિવસોમાં આ રકમોમાં ઘણો મોટો વધારો કરવામાં આવનાર હોવાનો સંકેત આપ્યો હતો.
મોટું રોકડ ઇનામ મળનાર હોવાના સંજોગો સર્જાયા
આ સાથેજ હવે રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષા એમ બંને પ્રકારની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થનાર અને ત્યારપછીના ક્રમાંક મેળવનારાઓને પોતાની આકરી મહેનત લેખે લાગે એવડું મોટું રોકડ ઇનામ મળનાર હોવાના સંજોગો સર્જાયા છે. એમ પણ સંજય કોરડિયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.