સુવિધાને બદલે દુવિધાઓ:બસસ્ટેન્ડ પાસે અન્ડરબ્રિજ નહીં, ઓવરબ્રિજ બનાવો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ ના નાગરિકે મુખ્યમંત્રીને લખ્યો

જૂનાગઢમાં જોશીપુરાના રહેવાસી મિલનભાઈ કેલૈયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જૂનાગઢ બસસ્ટેન્ડ પાસે આવેલા રેલ્વે ક્રોસીંગ પર અન્ડરબ્રિજ ને બદલે ઓવરબ્રીજ બનાવવાની માંગ કરી છે. તેમણે પોતાના પત્રમાં વધુ સ્પષ્ટતાથી જણાવ્યું છેકે, જો ત્યાં અન્ડરબ્રિજ બનશે તો ચોમાસામાં અનેક લોકોને મુશ્કેલી થશે. આથી અન્ડરબ્રિજ નહિ પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે. રેલ્વે ક્રોસીંગને લીધે જૂનાગઢ શહેરના બે ભાગ પડી જાય છે. જેમાં એક સાઈડ શહેરનો મુખ્ય વિસ્તાર અને બીજી સાઈડ જોષીપુરા છે. જોષીપુરામાં 1 લાખથી વધુ વસ્તી છે.

જોષીપુરાના લોકોએ મુખ્ય શહેરમાં કોઈ કામ હોય તો આજ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. ફાટકની બીજી બાજુ જૂનાગઢ બસસ્ટેન્ડ તેમજ ઘણી મોટી સંખ્યામાં મોટી હોસ્પિટલો, સ્કુલ, ટ્યુશન ક્લાસ આવેલા છે. જો બસસ્ટેન્ડ ફાટક પાસે અન્ડરબ્રિજ બને તો ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા છે. વળી જોષીપુરાના બીજા વિસ્તાર કરતા અહીં નીચાણવાળો વિસ્તાર છે. શહેરમાં હાલ ઝાંઝરડા રોડ અને ફાર્મસી વિસ્તારના બંને અન્ડરબ્રિજ ચોમાસામાં ભરાય છે. આમ બસસ્ટેન્ડ ફાટકે અન્ડરબ્રિજ બને તો લોકોની સુવિધામાં વધારો થવાને બદલે દુવિધાઓ ઉભી થઇ શકે છે.

એસ નહીં એચ આકારનો જ ઓવરબ્રીજ બનાવો
બસ સ્ટેન્ડ ફાટક પાસે અગાઉ "એચ" આકારનો ઓવર બ્રિજ બનવાનો હતો. જે હવે "એસ" આકારનો બનનાર હોવાનું જાણવા મળ્યાનું પણ મિલનભાઇએ જણાવ્યું છે. સાથે એવી પણ માંગણી કરી છે કે, એચ આકારની ડિઝાઇન મુજબ ઓવરબ્રિજ બને તો લોકોની સુખાકારીમાં વધારો થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...