રોષ:ભેંસાણ- ચોકી વચ્ચે ખેતરોમાં ઉભા કરાતા વીજ પોલને લઈ આક્રોશ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ અટકાવવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી

જૂનાગઢનાં ભેંસાણથી ચોકી ગામે જેટકો દ્વારા ખેતરોમાં ઉભા કરવામાં આવતા વીજ પોલને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભેંસાણથી ચોકી જતી 66 કે.વી. લાઈનને ચોકી લિન્ક સાથે જોડવા માટે આશરે 47 જેટલા વીજ પોલ ખેતરોમાં ઉભા કરવાના થતા હોય પરંતુ પૂરતુ વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ત્યારે જ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર પટોડીયા અને સત્યવક્તા ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. જો વીજ પોલ ઉભા કરવાનું કામ અટકાવવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...