અભિયાન / બૌદ્ધ ઉપાસક સંઘ, નિવૃત કર્મીઓએ મૃત્યુ ભોજનને આપી તિલાંજલી

Buddhist worshipers union, retired workers give death meal Tilanjali
X
Buddhist worshipers union, retired workers give death meal Tilanjali

  • પુસ્તક વિતરણ, વ્યસનમુક્તિનાં શપથ લઇ રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. મૃત્યુ ભોજન પાછળ અનેક નિતીઓ પ્રચલિત છે. તેની પાછળ મોટેપાયે ખર્ચ થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોને ઘણી વખત આ ખર્ચ માટે બીજા પાસેથી નાણાં પણ લેવા પડે છે. અને ઘણી વખત દેવાનાં ડુંગર નીચે દબાઇ જાય છે. ત્યારે ઘણા સમાજ અને સંસ્થાઓએ મૃત્યુ બાદ પાછળ થતી વિધીને જ પ્રાધાન્ય આપ્યું છે.અન્ય ખર્ચને તિલાંજલી આપી રહ્યાં છે. આ અંગે વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા બૌદ્ધ ઉપાસક સંઘ, નિવૃત કર્મચારીઓ, શિક્ષકો વગેરેએ મૃત્યુ પાછળ થતાં ભોજનને તિલાંજલી આપી છે. તેની જગ્યાએ પુસ્તક આપવા, વ્યસનમુક્તિનાં શપથ લેવા સહિતનાં કાર્યક્રમ કરી સામાજીક ક્રાંતિની પહેલ કરવામાં આવી રહી છે. જેમાં શિક્ષીત લોકો, સરકારી કર્મચારીઓ પણ જોડાઇ રહ્યાં છે. દિવ્ય ભાસ્કરનું આ અભિયાન સરાહનીય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી