ધોળે દિવસે ચીલઝડપ:વેરાવળમાં વોકીંગ કરી રહેલા વેપારીના ગળામાંથી સવાર લાખની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી બુકાનીધારી શખ્સ ફરાર

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેઇનની ચીલઝડપ બાદ બુકનીધારી શખ્સ આગળ મોટર સાયકલ લઈ ઉભેલા શખ્સ સાથે નાસી ગયેલ
  • પોલીસે ચીલ ઝડપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વેરાવળ શહેરમાં સાંજના સમયે વોકીંગ કરવા નિકળેલ વેપારીએ સવા લાખની કિંમતનો ગળામાં પહેરેલ ત્રણ તોલાનો સોનાનો ચેઇનની અજાણ્યા બુકાનીધારી શખ્સે ઝુંટ મારી ચીલ ઝડપ કરી આગળ મોટર સાયકલમાં ઉભેલા સાથીદાર શખ્સની પાછળ બેસી નાસી ગયેલ હતો. આ અંગે પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. જો કે, ચીલ ઝડપ કરનાર બન્ને શખ્સો હાથ વેંતમાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં 80 ફુટ રોડ ઉપર એસ.બી.આઇ. બેંકની સામે રાજમોતી નામની દુકાન ધરાવતા લખમણભાઇ દાસાભાઇ ચાવડા ઉ.વ.36 નામનો યુવાન ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ કોમ્યુનિટી હોલ વાળા રસ્તા પર વોકીંગ કરી રહેલ તે સમયે અન્ય એક અજાણ્યો શખ્સ મોઢે માસ્ક પહેરી તેની સાથે ચાલવા લાગેલ અને આગળ વિનાયક ટ્રાવેર્લ્સના પાર્કીગ સ્થળ પાસે પહોંચતા આ અજાણ્યા શખ્સે લખમણભાઇએ ગળામાં પહેરેલ સોનાના ચેઇનની એકાએક ઝુંટ મારી ઝુંટવી લીધેલ હતો. બાદમાં આ સમયે આગળ એક અજાણ્યો શખ્સ લાલ કલરની એક મોટર સાયકલ લઇ ઉભેલ તેને મોઢે હેલ્મેટ પહેરેલ હોય તેમાં બેસી બન્ને શખ્સો નાસી છુટયા હતા.

આ બનાવ અંગે પોલીસે ત્રણ તોલા સોનાનો ચેઇન કીં.રૂ.1 લાખ 20 હજારની ચીલ ઝડપ કરી બે શખ્સો લઇ ગયેલ હોવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ ચીલ ઝડપ કરનાર શખ્સો ઈરાની ગેંગના હોવાનું અને તેઓ હાથવેંતમાં આવી ગયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...