તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:BSC 70 ટકા, એમએ 100 ટકા, PGDCAનું 87.50 ટકા પરિણામ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 3 પરીક્ષાના પરિણામો જાહેર
  • બાકી રહેલી પરીક્ષાના પણ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરાશે

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 14 જૂલાઇએ 3 પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીની પરીક્ષાના પરિણામો પણ વ્હેલી તકે જાહેર કરવામાં આવશે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં યુજી સેમેસ્ટર 5(પૂરક), બીએડ સેમેસ્ટર 2 અને 4 તેમજ એલએલબી સેમેસ્ટર 1ની 7 જૂલાઇના ઓફલાઇન પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન 14 જૂલાઇના 3 પરીક્ષાના પરિણામો જાહેર કરાયા છે.

બીએસસી (આઇટી) સેમેસ્ટર 5(પૂરક)નું 70 ટકા, એમએ (સાયકોલોજી) સેમેસ્ટર 4નું 100 ટકા અને પીજીડીસીએ સેમેસ્ટર 2નું 87.50 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે છાત્રો પુન: મુલ્યાંકન કરવા ઇચ્છતા હોય તેમણે 22 જૂલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. દરમિયાન વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે બાકી રહેલા પરિણામો પણ વ્હેલી તકે જાહેર કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...