તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયાસ:વેંચાતા 1,000 રોપ લાવી ફ્રિમાં વિતરણ કર્યા

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોટરી ક્લબ ઓફ જૂનાગઢનો લોકોને ગ્રીનરી તરફ વાળવા અનોખો પ્રયાસ

રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા લોકોને ગ્રીનરી તરફ વાળવા માટે અનોખો પ્રયાસ કરાયો છે. આ માટે વેંચાતા રોપા લાવી લોકોને ફ્રિમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે.

આ અંગે રોટરી ક્લબ ઓફ જૂનાગઢના પ્રમુખ ગિરીશભાઇ પ્રજાપતિએ જણાવ્યું છે કે, મનપા દ્વારા રોટરી ક્લબ ઓફ જૂનાગઢને રાજીવ ગાંધી પાર્ક સોંપવામાં આવેલ છે. આ પાર્કમાં અનેક વિકાસના કામો કરાયા છે. દરમિયાન વરસાદની ઋતુમાં લોકો ઘરે વૃક્ષોનું વાવેતર કરી શકે તે માટે ફ્રિમાં રોપાનું વિતરણ રાજીવ ગાંધી પાર્ક ખાતે રવિવારે કરવામાં આવ્યું હતું જેમાં 1,000થી વધુ રોપાનું ફ્રિમાં વિતરણ કરાયું હતું. હજુ પણ કુલ 5,000થી વધુ રોપા વિતરણ કરવાનું લક્ષ્યાંક રખાયું છે. સંસ્થા દ્વારા 5 રૂપિયામાં એક રોપ લાવવામાં આવે છે. રોપા લાવવા માટેનું વાહન ભાડું કિસાન મિત્ર ક્લબ દ્વારા આપવામાં આવે છે. આ રીતે બન્નેના સંયુક્ત ઉપક્રમે લોકોને ફ્રિમાં રોપા વિતરણ કરાય છે.

બજારમાં 35 રૂપિયા જેવો ભાવ છે
નર્સરીમાં રોપ ફ્રિમાં મળે છે, પરંતુ તે રોપ મોટાભાગે જંગલમાં, વાડીમાં વાવી શકાય તેવા હોય છે. જ્યારે અમે વેંચાતા લઇ ફ્રિમાં આપીએ છીએ તો રોપા લોકો ઘરે વાવી શકે છે. વળી, આ રોપાનો બજાર ભાવ 35 રૂપિયા આસપાસ હોવાનું રોપા લેવા આવેલા લોકોએ જ જણાવ્યું છે.

આવા છોડ અપાયા
લોકો પોતાના ઘરે વાવી શકે તે માટે શરૂ, જાસુદ, કરેણ, ક્રોટન, ટગરી, બોરસલી, આસોપાલવ, પારીજાત, તુલસી, વસંત જેવા છોડનું ફ્રિમાં વિતરણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...