હુમલો:જૂના મનદુઃખને લઈ કારનાં કાચ તોડી નાંખ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોયલી ગામે મારા મારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
  • સામ સામી પોલીસ ફરિયાદ નોંધાઈ, આગળની કાર્યવાહી

પોરબંદરના બગવદર ગામે રહેતાં અજીત રણમલભાઈ ગોઢાણીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,અજિતભાઈના સાળા પાર્થ દુદાભાઈ ઓડેદરા સાથે આરોપીઓને ચારેક દિવસથી મનદુઃખ ચાલતું હોય અને અજિતની કારમાં પાર્થ બેઠો હોય તેવું લાગતાં કેશુભાઈએ કુહાડી, પૃથ્વીએ લાકડી વડે કારના કાચ તોડી નાંખ્યા હતા.તેમજ કેશુભાઈના પત્નીએ ગાળો ભાંડી હતી.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે કેશુભાઈ મંગાભાઈ દાસાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,પાર્થ ઓડેદરા,અજિત ગોઢાણીયા રહે બંન્ને કોયલી વાળા ને સંજય મુળિયાસીયા સાથે અગાઉ ઝગડો થયો હોય અને આ બંન્ને શખ્સ તેમને મારવા માટે કેશુભાઈના દીકરાને સાથે લઈ જવાનું કહેતાં ના પાડી હતી જેથી તેમને અને અન્ય સભ્યને ગાળો ભાંડી લાકડાના ધોકાવડે માર માર્યો હતો તેમજ કેશુભાઈની ડિસના કાચ તોડી નાંખ્યા હતા.પોલીસે બંન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...