હાથફેરો:કેશોદમાં બંધ મકાનનું તાળું તોડી રૂ. 30 હજારની ચોરી

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબાટનો લોક તોડી નાંખી હાથફેરો, કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

કેશોદ શહેરમાં એક બંધ મકાનને નિશાન બનાવી કબાટની અંદર રાખેલા ત્રીસ હજારની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદનાં અજાબ રોડ પર આવેલા ઈન્દીરાનગરમાં એક બંધ મકાનમાં રાત્રીનાં સમયે કોઈ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી ગ્રીલનાં દરવાજાનું તાળુ તોડી મકાનની અંદર રૂમમાં પ્રવેશ કર્યો હતો. અને કબાટનો દરવાજાનો લોક તોડી કબાટની અંદરનાં ખાનામાં રાખેલા રોકડા રૂ.6000 તેમજ કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા 24000 મળી કુલ રૂ.30,000ની ચોરી કરી ગયા હતા. જેની જાણ ગૌરીબેન હરજીભાઈ ચૌહાણને થતા તેઓએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...