મોટી દુર્ઘટના ટળી:વિસાવદરમાં એસટી બસમાં બ્રેક ફેઈલ થતા બેદુકાનોમાં ઘૂસી, જાનહાનિ થતા અટકી

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર પાર્ક થયેલા વાહનોને નુકસાન થયું

વિસાવદરના જુના બસ સ્ટેશન ચોકમાં એસટી બસની બ્રેક ફેઈલ થતા દુકાનમાં ધૂસી હતી. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી.

મોણપરી રાજકોટ રૂટની જી જૅ 18 ઝેડ 4473ની એસટી બસ બપોરે એક વાગ્યાંના સમયે વિસાવદર જુના બસ સ્ટેશન પાસે પહોંચી ત્યારે એકા એક બસમાં બ્રેક લાગવાની બંધ થયેલ અને ચોકમાં એક ફરસાણ ની દુકાન મા ધૂસી ગઈ હતી અને દુકાનના ફર્નિચર અને બાજુની ટેલરની દુકાન ધરાવતા મનીષભાઈની એક્ટિવા ગાડી તેમજ સાયકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બંન્ને દુકાનમા કુલ મળીને અંદાજિત 50 હજાર જેવું નુકસાન થયેલ છે. ત્યારે અકસ્માત થતા વિસાવદરના જુના બસ્ટેન્ડ ચોકમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાણી હતી.પરંતુ સદનસીબે અકસ્માત સમયે કોઈ જાનહાનિ થયેલ નહતી.

અન્ય સમાચારો પણ છે...