જૂનાગઢના ભવનાથ તળેટી સ્થિત સનાતન હિન્દુ ધર્મશાળા ખાતે રવિવાર 20 નવેમ્બરના સમસ્ત બ્રહ્મ સમાજનો 40 મો સમુહલગ્ન- યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 5 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, જ્યારે 7 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે. આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ એટલે કે શનિવાર 19 નવેમ્બરે રાત્રે 9:30 વાગ્યે ડીજે પ્રતિક પંડ્યા અને ડીજે બાપા સિતારામના ધમાકેદાર સંગીત સાથે દાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે.
જ્યારે રવિવારે સવારે 5 વાગ્યે મંડપારોપણ, 6:30 વાગ્યે ગ્રહશાંતિ અને યજ્ઞોપવિત, 9:30 વાગ્યે કાશીયાત્રા, 9:45 જાનના સામૈયા, 10:30 વાગ્યે હસ્ત મેળાપ, બપોરે 3 વાગ્યે સંતો,મહાનુભાવોના આશિર્વચન અને સાંજના 4 વાગ્યે જાન વિદાય કરવામાં આવશે.
સમુહલગ્ન- યજ્ઞોપવિતમાં ભાગ લેનાર દંપતિ, બટુકોને 85 થી વધુ દાતા તરફથી મળેલ અનેક વસ્તુની ભેટ આપવામાં આવશે.આ તકે મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતી રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલભાઇ જોષી,મંત્રી મહેશભાઇ જોષી, કન્વિનર કમલેશભાઇ ઠાકરના માર્ગદર્શનમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ સમિતી, બ્રહ્મ યુવક મંડળ, વિપ્ર કર્મચારી મંડળ વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.