પરિપત્ર:છોકરાઓ બે દિવસ સ્કૂલે રજા...

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદના પગલે જિલ્લા કલેકટરનો આદેશ
  • કોઇપણ સંજોગોમાં છાત્રને ન બોલાવવા, કર્મચારીને હેડક્વાટર ન છોડવા આદેશ

| જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે 2 દિવસ શાળા બંધ રાખવા માટે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ સરકારી, બિન અનુદાનિત ખાનગી તમામ પ્રાથમિક શાળાના આચાર્યને પરિપત્ર પાઠવ્યો છે. જ્યારે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી જલ્પાબેન કયાડાએ પણ સરકારી, બિનસરકારી ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના આચાર્યને પરિપત્ર પાઠવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છેે કે, જૂનાગઢ જિલ્લામાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેના પગલે જિલ્લા કલેકટર રચિત રાજના આદેશ મુજબ 14 અને 15 જૂલાઇના જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવેલ છે. આ બન્ને દિવસોમાં કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે નહિ. જોકે, શાળા ખુલ્લી રાખવાની રહેશે અને શાળાના તમામ કર્મચારીઓને શાળામાં હાજર રહેવાનું રહેશે.

કોઇપણ કર્મચારીએ હેડક્વાર્ટર છોડવાનું રહેશે નહિ. અતિભારે વરસાદના પગલે શાળામાં આશ્રય આપવાનું કે રાહત કેન્દ્ર તાત્કાલીક ધોરણે શરૂ કરવાનું થાય ત્યારે શાળા ખુલે તેવી વ્યવસ્થા શાળાના આચાર્યએ કરવાની રહેશે. જો કોઇપણ પ્રકારની દુર્ઘટના બને તો પણ તાત્કાલીક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...