ધરપકડ:જયશ્રી રોડ પર થયેલ યુવાનની હત્યાના બન્ને આરોપી ઝડપાયા

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અપશબ્દો બોલવા મામલે માથાકૂટ થતા છરીના ઘા મારી હત્યા કરી હતી

ગુરૂવારની સાંજના જયશ્રી ટોકિઝ રોડ પાસેના પ્લેટિનીયમ બિલ્ડીંગની ગલીમાં યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઇ હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન જોષીપરાનો રાકેશ ઉકા બાંભણીયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હત્યારાઓ હત્યા કરી નાસી છૂટયા હતા. દરમિયાન હત્યારાઓને ઝડપી લેવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવી તેજા વાસમ શેટ્ટીએ આપેલી સૂચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એલસીબી, બી ડિવીઝન અને ડી સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બે પૈકી એક સહઆરોપી સંજય રાજુભાઇ સોલંકીને બાતમીના આધારે એલસીબી પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે ઝડપી લઇ બી ડિવીઝન હવાલે કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી સન્ની વિજય ઉર્ફે વિજુ જાલણીયા રાજકોટ ભાગી જવાની ફિરાકમાં હોવાની બી ડિવીઝન પીઆઇ એન.આઇ. રાઠોડને બાતમી મળતા વનરાજસિંહ ચુડાસમા સહિતના ડી સ્ટાફે તેને સુખનાથ ચોક વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

મૃતક યુવાન ગેરશબ્દો બોલતો હોય આ બાબતે માથાકુટ થતા છરીના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલી છરી, મોબાઇલ ફોન 1 કિંમત 500 સાથે બન્ને શખ્સોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...