તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીટ એન્ડ઼ રન:વિસાવનદરના માંડવડ ગામના પાટિયા પાસે બોલેરો જીપના ચાલકે બાઈકને અડફેટે લીધું, પત્નીની નજર સામે જ પતિનું મોત

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલેરો જીપનો ચાલક ડબલ સવાર બાઈકને ઠોકર મારી ફરાર થયો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીકના ચોરવાડી ગામનું એક દંપતી બાઈક પર વિસાવદરના વેકરીયાથી ચોરવાડી જઈ રહેલા હતુ ત્યારે રસ્તામાં એક બોલેરો જીપના ચાલકે આ બાઇકને હડફ્ટે લઈને નાસી ગયો હતો. જ્યારે અડફેટે લેતા ઈજાગ્રસ્ત બનેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ જેમાં પતિનું મોત થયું હતું જયારે તેમના પત્નીને સારવાર આપવામાં આવી રહેલ હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરના ચોરવાડી ગામના પ્રવિણભાઈ પરબતભાઈ ઉ.વ.45 અને તેમના પત્ની કિરણબેન બંન્ને બાઈક પર વિસાવદર તાલુકાના વેકરીયાથી ચોરવાડી ગામ જતા હતા. ત્યારે વિસાવદરના માંડવડ ગામના પાટિયા પાસે એક બોલેરો જીપના ચાલકે દંપતીના બાઈકને ઠોકર મારી નાસી ગયેલ હતો. જેમાં દંપતી ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણભાઈને મૃત જાહેર કર્યા હતા અને કિરણબેનને ગંભીર ઈજાઓ થયેલ હોવાથી સારવાર આપવા દાખલ કરેલ હતા.

આ અકસ્માત અંગે લાલજીભાઈ પરબતભાઈએ વિસાવદર પોલીસમાં બોલેરો જીપના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોધાવી છે. જેના પગલે જીપના ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...