તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મડાગાંઠ:ગીર સોમનાથ જિલ્લામાં ટીકીટ ફાળવણી મુદે ભાજપમાં ઉકળતો ચરુ, જિલ્લા પ્રમુખે અધૂરી પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી

વેરાવળ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની 5, તાલુકા પંચાયતની 30 અને બે પાલીકાની 68 બેઠકોના ઉમેદવારોની પસંદગી મુદે મડાગાંઠ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની પ્રથમ તબક્કાની જાહેરાત કરી છે. જિલ્લામાં પાલીકાઓ, 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકોના ભાજપ પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જિલ્લામાં બાકી રહેલી બેઠકના ઉમેદવારોની સંભવતઃ સાંજ સુધીમાં જાહેરાત કરશે તેવું પાર્ટીએ જણાવ્યું છે.

જિલ્લામાં ચૂંટણી જંગમાં ઉમેદવારોની જાહેરાત કર્યા અંગે ગીર સોમનાથ ભાજપ પ્રમુખ માનસીંગભાઈ પરમારે જણાવ્યું કે, જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ તબક્કાની યાદીમાં જિલ્લા પંચાયતની 28 માંથી 23 બેઠકના ઉમેદવારો જાહેર કરાયા છે. જિલ્લાની છ તાલુકા પંચાયતની 128 માંથી 98 બેઠકના ઉમેદવારો જાહેર કરાયા છે. જિલ્લાની ચાર નગરપાલીકામાંથી સુત્રાપાડા અને ઉના પાલીકાની તમામ બેઠકના તમામ ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે જિલ્લા મથક વેરાવળ - પાટણ અને તાલાલા પાલીકાની બેઠકના ઉમેદવારોની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, વેરાવળ પાટણ અને તાલાલા પાલીકાના ઉમેદવારોની યાદી ઘોચમાં પડી છે. જેમાં તાલાલમાં સ્થાનિક સંગઠનની અવગણનાની મુદ્દો તથા વેરાવળમાં ભાજપના ત્રણેક જૂથોની ખેંચતાણનો મુદ્દો કારણભૂત હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. જિલ્લામાં બાકી રાખવામાં આવેલ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોમાં પણ આગેવાનોની આંતરીક ખેંચતાણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો