બાળકનો મૃતદેહ મળ્યો:માંગરોળના વાડલા ગામેથી ગુમ થયેલ 13 વર્ષીય બાળકનો મૃતદેહ તેમનાજ કુવામાંથી મળ્યો

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શીલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વાડલા ગામનો બાળક બપોરના સમયે સાકીબખા ઐયુબખા સરવાણી ગુમ થયાની શીલ પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.જેને પગલે પરિવાર તેમજ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.

જેની શોધખોળ કરતા રાત્રીના સમયે તેમના કુવામાં બાળક પડી ગયો હોવાની જાણ થતાં નાનકડા એવા વાડલા ગામમાં ગમગીની છવાઈ હતી.આ બાળકની મૃતદેહ બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઇ અવવામાં આવેલ હતો.આ ઘટનાની જાણ થતા વાડલા આજક નાંદરખી સહિતના ગામોના હિન્દૂ મુસ્લિમ આગેવાનો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.આ 13 વર્ષીય માસુમ બાળકનું મુત્યુ થતા પરિવારજનોમાં મોટી ગમગીની ફેલાઈ હતી.શીલ પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...